જર્નાલિસ્ટ લીગલ સપોર્ટ વિંગ
Journalist Legal Support Team
Motive
• સત્ય બહાર લાવતા પત્રકારો અને મીડિયા કંપનીઓ પર થતા રાજકીય દબાણ, ખોટી FIR, અને માનહાનિ (Defamation) ના કેસો સામે કાનૂની ઢાલ પૂરી પાડવી. • સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટના નિષ્ણાત વકીલોની પેનલ દ્વારા મફત અથવા રાહતદરે માર્ગદર્શન પૂરું પાડવું.
Services
• ખોટી FIR ના કિસ્સામાં એડવાન્સ જામીન (Anticipatory Bail) માટે કાનૂની માર્ગદર્શન. • કોઈ નેતા કે અધિકારીની 'માનહાનિની નોટિસ' નો કાનૂની જવાબ ડ્રાફ્ટ કરી આપવો. • ફિલ્ડ પર હુમલો થાય ત્યારે FIR નોંધાવવા ડ્રાફ્ટિંગ અને પોલીસ સંકલન. • ડિજિટલ પ્લેટફોર્મ પરની નકલી કોપીરાઈટ સ્ટ્રાઈક (Fake Copyright) રિમૂવ કરાવવી. • MIB કે RNI ની કાનૂની નોટિસનું નિવારણ.
Benefits
• કટોકટીના સમયે (24/7) વકીલની સલાહ. • ભારે વકીલ ફી માંથી મુક્તિ. • પત્રકારો કાનૂની ડર વિના નિર્ભીક રિપોર્ટિંગ કરી શકે છે.
Eligibility
• NMC નો માન્યતા પ્રાપ્ત અને એક્ટિવ રજિસ્ટર્ડ સભ્ય (પત્રકાર અથવા મીડિયા માલિક). • કાનૂની વિવાદ પત્રકારત્વની ફરજને લગતો હોવો જોઈએ (અંગત પ્રોપર્ટી કે ઝઘડા માટે નહીં).
Documents
• NMC ID કાર્ડ / રજિસ્ટ્રેશન કોપી. • મળેલી લીગલ નોટિસ, FIR કે સમન્સની નકલ. • વિવાદિત ન્યૂઝ લિંક કે કટિંગ અને ઘટનાનો રિપોર્ટ.
How to Apply
• વેબસાઇટ પર 'Legal Support / Helpdesk' સેક્શનમાં જઈને 'Request Legal Assistance' ફોર્મ ભરો. • દસ્તાવેજો અપલોડ કરો. ૨૪ થી ૪૮ કલાકમાં પેનલ વકીલ તમારો સીધો સંપર્ક કરશે. ઇમરજન્સીમાં હેલ્પલાઇન પર કોલ કરી શકો છો.